Friday, May 30, 2008

મનુષ્ય પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે

મનુષ્ય પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે

ધર્મ તો ઇરછે છે કે મનુષ્યજીવન નિમ્નતાથી ઉરચતા તરફની યાત્રા બને, પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે.

મારે તમને એ કહેવું છે કે, જે લોકો સેકસની વાત કરવા મનાઇ કરે છે એ જ લોકોએ પૃથ્વીને સેકસના ખાડામાં ધકેલી દીધી છે. જે લોકો ગભરાય છે, સેકસથી આપણો કશો સંબંધ નથી એમ માને છે એ પોતે તો પાગલ છે જ, પરંતુ સમસ્ત પૃથ્વીને પાગલ બનાવવામાં પણ એમનો જ ફાળો છે. મનુષ્યના વ્યકિતત્વમાં જે છુપાયું છે તે શ્રેષ્ઠ રૂપમાં અભિવ્યકત થાય એ જ ધર્મ ઇરછે છે.

ધર્મ તો ઇરછે છે કે મનુષ્યજીવન નિમ્નતાથી ઉરચતા તરફની યાત્રા બને, પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે. આ ઇરછા ત્યારે જ ફળે જયારે આપણે જયાં પહોંચવા માગીએ છીએ એ સ્થાનને સમજવું એટલું બધું ઉપયોગી નથી, જેટલું પ્રારંભ સ્થાનને સમજવું ઉપયોગી છે. સેકસ એક હકીકત છે, મનુષ્ય જીવનનું એ એક તથ્ય છે અને પરમાત્મા? એ તો હજી દૂર છે.

આપણા જીવનનું તથ્ય સેકસ છે. આ તથ્યને સમજયા પછી પરમાત્માના સત્ય સુધીની યાત્રા શકય છે પરંતુ તથ્યને સમજયા વિના તો એક તસુ પણ આગળ વધવું અશકય છે. માત્ર ઘાણીના બળદની જેમ એક જ જગ્યાએ ફરવાનું જ બની શકે. પહેલી સભામાં મેં જયારે વાત કરી ત્યારે એવું લાગ્યું કે આપણે જીવનની વાસ્તવિકતાને સમજવાની તૈયારી બતાવતા નથી. તો પછી આપણે બીજું શું કરી શકીએ? આગળ બીજું થાય પણ શું? તો પછી પરમાત્માની તમામ વાતો પોકળ સાંત્વના માત્ર છે. જીવનનું પરમ સત્ય ગમે તેટલું નગ્ન હોય તે જાણવું જ પડશે, સમજવું જ પડશે.સૌથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે મનુષ્યનો જન્મ સેકસમાંથી થાય છે. મનુષ્યનું સમગ્ર વ્યકિતત્વ સેકસના અણુથી ઘડાયું છે. મનુષ્યના પ્રાણ સેકસની શકિતથી ભરપૂર છે.

જીવનશકિત એ શું છે? એ આપણા જીવનને આટલી પ્રબળતાથી કેમ આંદોલિત કરે છે? આપણા જીવનને આટલું પ્રભાવિત કેમ કરે છે? આપણે ફરી ફરીને પાછા સેકસના કેન્દ્રે જ કેમ આંટાફેરા મારીએ છીએ અને ખલાસ થઇ જઇએ છીએ? એવું તે શું આકર્ષણ છે? હજારો વર્ષોથી ઋષિમુનિઓ એનો ઇનકાર કરી રહ્યા છે છતાં મનુષ્ય પર એનો કોઇ પ્રભાવ કાં ન પડે?

હજારો વર્ષથી તેઓ કહી રહ્યા છે, ‘સેકસની કલ્પના છોડો, કામના છોડો. ચિત્તમાંથી એ બધાં સપનાં કાઢી નાખો’ પરંતુ મનુષ્યના ચિત્તમાંથી એ સપનાં નીકળ્યાં નથી. આ રીતે તો નીકળી પણ ન શકે. હું તો ચકિત થઇ ગયો છું કે, હું જયારે વેશ્યાઓને મળ્યો છું ત્યારે વેશ્યાઓએ સેકસની વાત નથી કરી, એમણે આત્મા-પરમાત્માને લગતી પૂછપરછ કરી છે. એમ તો સાધુ-સંન્યાસીઓને પણ મળું છું. એ લોકો જયારે એકાંતમાં મળે છે ત્યારે સેકસ સિવાય કોઇ બાબતની પૂછપરછ નથી કરતા. હું ચકિત થઇ ગયો.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Tuesday, May 27, 2008

સોગંદ ખાવાવાળાથી હંમેશાં સાવધાન રહો

સોગંદ ખાવાવાળાથી હંમેશાં સાવધાન રહો

oshovaniસોગંદ ચેતન મન ખાય છે અને જે અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે.

દ્રઢ સંકલ્પ શા માટે કરવો પડે? જયારે કોઈ એમ કહે છે કે હું બ્રહ્મચર્યનું વ્રતલઉં છું. એનો અર્થ જ એ છે કે તેની અંદર કામુકતા ઉછાળા મારે છે. નહીંતર બીજું શું કારણ હોઈ શકે? જયારે કોઈ એમ કહે છે કે શ્નઆજથી હું ઓછું ખાવાનાં સોગંદ લઉં છું.’ એનો અર્થ એ છે કે એને વધુ ખાવાનું મન છે અને ઓછું ખાવું પડે છે અને ત્યારે અનિવાર્યરૂપે દ્વન્દ્વ પેદા થાય છે.

જેની સામે આપણે લડવા માંગીએ છીએ એ જ આપણી નબળાઈ છે અને ત્યારે દ્વન્દ્વ સ્વાભાવિક છે. મનની સાથે લડતો લડતો તે મિત્રના ઘરે ગયો અને ખૂબ સંભાળ રાખીને કહ્યું, શ્નઆ મારા મિત્ર છે.’ પણ જયારે તે બોલતો હતો ત્યારે તેના તરફ કોઈ જૉતું ન હતું. ઘરના લોકો તેના મિત્રને જ જૉઈ રહ્યા હતા.

ફરી પાછો તેને ખ્યાલ આવ્યો કે મારો કોટ, મારી પાઘડી. પણ તરત જ ખ્યાલ આવ્યો કે સોગંદ લીધા છે, એની વાત જ કરવાની નથી. એ કપડાં મારાં છે, કપડાં કોઈનાં હોઈ શકે. આ તો સંસાર છે. આ બધી માયા છે. પણ આ બધી વાત પોતાને સમજાવી રહ્યો હતો. મૂળ વાત તો અંદર ઉછાળા મારી રહી હતી. તેણ કહ્યું, શ્નઆ મારા મિત્ર છે, બચપણના દોસ્ત છે, બહુ મજાના માણસ છે. બાકી રહ્યાં કપડાં, કપડાં એનાં જ છે, મારાં નથી.’

ઘરના લોકોને આ પરિચય ખૂબ વિચિત્ર લાગ્યો. આજ સુધી આવા પરિચયનો તેમને અનુભવ નહોતો. બહાર નીકળીને ફકીરે મિત્રની માફી માગી, કે ભૂલ થઈ ગઈ. શું કરું? આ શું થઈ ગયું છે મને? મારી જિંદગીમાં આજ દિવસ સુધી કપડાંએ મને પકડયો નથી, કોઈએ મને પકડયો નથી. મિત્રે કહ્યું, શ્નહવે હું તમારી સાથે નહીં આવું.’ પણ ફકીર હાથ જૉડીને કહેવા લાગ્યો કે એમ ન કરો.

જીવનપર્યંત મને એ વાતનો ડંખ રહેશે કે મેં તમારી સાથે દુવ્ર્યવહાર કર્યો. હવે હું સોગંદપૂર્વક કહું છું કે કપડાંની વાત નહીં ઉરચારું. હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું.સોગંદ ખાવાવાળાથી હંમેશાં સાવધાન રહો. કારણ કે જે સોગંદ ખાય છે તેની અંદર સોગંદથી યે કંઈ મજબૂત છે કે જેના માટે તેને સોગંદ ખાવા પડે છે.

અને જે અંદર છે તે ખૂબ ઊંડું છે અને સોગંદ ઉપર અને બહારથી ખવાય છે. સોગંદ ચેતન મન ખાય છે અને જે અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે.મનના જૉ દસ ભાગ કરવામાં આવે તો એક ભાગ સોગંદ ખાય છે અને નવ ભાગ અંદર દબાયેલા પડયા છે. એક ભાગ બ્રહ્મચર્યના સોગંદ ખાય છે અને બાકીના નવ ભાગ કામને ઝંખે છે અને તેનું જ રટણ કરે છે.

ત્રીજા મિત્રને ત્યાં ગયા. હવે તે ફકીરે શ્વાસ પર સંયમ રાખ્યો હતો. સંયમી માનવી ખૂબ જ ખતરનાક છે. કારણ કે ઉપરથી સંયમ સાઘ્યો હોય છે. પરંતુ અંદર જવાળામુખી ઊકળી રહ્યો હોય છે. યાદ રાખો કે જે વસ્તુ સાધવી પડતી હોય છે, તે સાધવામાં એટલો શ્રમ પડે છે કે સાધના સતત થઈ શકતી નથી. શિથિલ થવું પડે છે, વિશ્રામ કરવો પડે છે.

જૉ હું જૉરથી મૂઠી બાંધું તો કેટલી વાર સુધી તેને બાંધેલી રાખી શકું? ચોવીસ કલાક? જેટલી જૉરથી બાંધીશ એટલી જલદી હું થાકી જઈશ અને મૂઠી ખૂલી જશે. મૂઠી ચોવીસ કલાક ખુલ્લી રાખી શકાય છે પરંતુ બાંધી રાખી શકાતી નથી.જે કામમાં શ્રમ પડે છે તેને તમે તમારું જીવન નહીં બનાવી શકો. એ કામ કદી સહજ નહીં બને.

કારણ કે જયાં પ્રેમ છે ત્યાં વિશ્રામ તો આવવાનો જ. માટે સંત જેટલો સિદ્ધ એટલો જ ખતરનાક. કારણ કે એને વિશ્રામનો સમય તો હોય છે જ. ચોવીસ કલાકમાં એક કલાક તો તેને શિથિલ થવું જ પડે અને એ સમયે દુનિયભારનાં પાપ તેની અંદર બેઠાં થશે! નર્ક ઊભું થઈ જશે.

તો ફકીરે તેનો શ્વાસ પણ રોકી રાખ્યો અને સોગંદ લીધા કે કપડાંની વાત નહીં કરું. પણ તેની હાલત તો વિચારો. જૉ તમે થોડાગણા પણ ધાર્મિક હશો તો ફકીરની હાલત સમજી શકશો. જૉ સોગંદ લીધા હોય, સંકલ્પ કર્યોહોય તો તમને ખ્યાલમાં હશે કે અંદર શું શું થાય. અંદર ગયા. ફકીર તો પરસેવે રેબઝેબ થઈ ગયો.

એની નસો તંગ થઈ ગઈ. માંડમાંડ તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા, શ્નઆ મારા બહુ જૂના મિત્ર છે. ખૂબ સારા માણસ છે.’ આટલું બોલીને જરાક થોભ્યો. જાણે અંદરથી કોઇક ધક્કો લાગ્યો અને બધું વહી ગયું. પૂર આવ્યું ને તણાઈ ગયું અને ફકીરે કહ્યું, શ્નહવે કપડાંની વાત, એ માટે હું કશું નહીં કહું. સોગંદ લીધા છે.’

જેવું આ ફકીરનું થયું એવું જ સેકસની બાબતમાં આખી માનવજાતિનું થયું છે. સેકસને એક ઘા, એક રોગ, એક વિકૃતિ કરી મૂકવામાં આવી છે અને બધું જ વિષમય કરી મૂકયું છે.શ્નસંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Tuesday, May 20, 2008

Why do i get so sensitive?

Bhagawan Rajneesh OSHO Videos

Bhagawan Rajneesh OSHO Video

Bhagawan Rajneesh OSHO Video

Monday, May 19, 2008

Bhagwan Rajnish osho amritvani

કપડાં પહેરીને પણ આપણે દિગંબર છીએ

અમેરિકામાં હમણાં હમણાં એક નવું આંદોલન શરૂ થયું છે. એ આંદોલન ત્યાંના બહુ ધાર્મિક લોકો ચલાવે છે. આંદોલન આ પ્રકારનું છે. ગાય, ભેંસ, કૂતરાં, બિલાડી, ઘોડા, આદિને પણ રસ્તા પર વસ્ત્ર વગર નહીં કાઢવાનાં... એમને પણ કપડાં પહેરાવીને જ બહાર કાઢવાનાં. કારણ કે નગ્ન પશુઓને જોઈને બાળકો બગડી શકે છે.

ભારે મજાની વાત છે- નગ્ન પશુઓને જોઈને બાળકો બગડી શકે છે? એ માટે અમેરિકાના નીતિશાસ્ત્રીઓ પશુઓને સવસ્ત્ર બનાવવાની બાબતમાં આંદોલન કરે છે. માનવીને બચાવવા આટઆટલા પ્રયત્નો થઈ રહ્યા છે. માનવીને બચાવવાની કોશિશ કરનારા જ માનવીને નષ્ટ કરી રહ્યા છે.

પશુ પોતાની નગ્નતામાં પણ અદ્ભુત ને સુંદર હોય છે, એનો કદી વિચાર કર્યોછે? એ નગ્નતામાં પણ તેઓ નિર્દોષ છે, સરળ છે. પશુ નગ્ન છે એનો કદાચ તમને વિચાર સરખો ય નહીં આવ્યો હોય. તમારી અંદર બહુ નગ્નતા છુપાઈ ન હોય ત્યાં સુધી તમને નગ્ન નહીં દેખાય. પરંતુ જે લોકો ભયભીત છે તે લોકો જ ભયના માર્યા બધું કરી રહ્યા છે.

આજ સુધી તેઓ આવાં જ કામ કરતા રહ્યા છે, એમની તમામ પ્રવૃત્તિઓને પરિણામે માનવીની અધોગતિ જ થતી રહી છે. માણસ કોઈ દિવસ નગ્ન થઈ શકવાની, નિર્દોષ થવાની સરળતા પ્રાપ્ત કરે એની મૂળ તો જરૂર છે. જેમ મહાવીર જેવી વ્યકિત દિગંબર થઈ શકી તેમ પ્રત્યેક વ્યકિત સહજતાથી નગ્ન થઈ શકે એની જરૂર છે.

ધાર્મિક લોકો કહે છે, મહાવીરે કપડાંનો ત્યાગ કર્યો. હું કહું છું- ના, એમણે કપડાંનો ત્યાગ નથી કર્યો. એમનું ચિત્ત એટલું નિર્દોષ થઈ ગયું હશે- નાના બાળકના જેવું કે તેઓ દિગંબર બની ગયા હશે. કારણ કે ઢાંકવા જેવું જયારે કંઈ નથી રહેતું ત્યારે જ માણસ નગ્ન થઈ શકે છે. જયાં સુધી અંદર કંઈક ઢાંકવા જેવું હોય છે ત્યાં સુધી માણસ પોતાને છુપાવે છે. ઢાંકવા જેવું કંઈ ન હોય તો નગ્ન થઈ શકે.

પ્રત્યેક વ્યકિત નગ્ન થઈ શકે એવી સરળતા જયાં હોય તેવી પૃથ્વી હોવી જોઈએ. નગ્ન થવામાં અપરાધ શો છે? ભય શો છે? આજે તો કપડાં પહેરીને પણ અપરાધી લાગીએ છીએ. કપડાં પહેરીને પણ આપણે નગ્ન છીએ, અને એવી વ્યકિતઓ પણ હોય છે જે નગ્ન થઈને (કપડાં ઉતારીને) પણ નગ્ન નથી હોતી. નગ્નતા એ મનની એક વૃત્તિ છે. ચિત્ત જૉ સરળ હોય, નિર્દોષ હોય તો નગ્નતા પણ સાર્થક છે, અર્થપૂર્ણ છે, તેનું પણ એક સૌંદર્ય છે. પરંતુ આજ સુધી તો માનવીને ઝેર પાયું છે અને તેનું પરિણામ એ આવ્યું કે જીવન એક છેડાથી બીજા છેડા સુધી ઝેરીલું બની ગયું છે.

સ્ત્રીઓને આપણે કહીએ છીએ કે પતિને પરમાત્મા સમજે અને સ્ત્રીઓને બચપણથી જ શીખવવામાં આવે છે કે સેકસ પાપ છે, નરક છે. તેનાં કાલે લગ્ન થશે. તો જે વ્યકિત એને સેકસમાં લઈ જશે- નરકમાં લઈ જશે- તેને પરમાત્મા કેવી રીતે માની શકશે?

એક તરફ આપણે તેને શીખવીએ છીએ કે પતિ પરમાત્મા, અને પત્નીનો અનુભવ કહેશે કે આ પહેલો પાપી છે, જે મને નરકમાં ઘસડી જાય છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Re-Published by - D S - Bhagwan Rajnish osho amritvani