પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ
બીજી વાત એ કે, બાળકોને ઘ્યાનની દીક્ષા મળવી જોઇએ. મૌન કેમ થવાય, શાંત કેમ થવાય, નિર્વિકાર કેમ થવાય એ શીખવવું જોઇએ. બાળક તો તત્ક્ષણ નિર્વિચાર થઇ શકે છે, મૌન થઇ શકે છે, શાંત થઇ શકે છે. ચોવીસ કલાકમાંથી એક કલાક ઘરમાં બાળકોને મૌનમાં લઇ જવાની વ્યવસ્થા હોવી ઘટે. પ્રત્યેક ઘરમાં એક કલાક મૌનનું હોવું અનિવાર્ય થવું જૉઇએ. એક દિવસ ખાવાનું ન મળે તો ચાલે પરંતુ એક કલાક મૌન વિના ઘર ન ચાલી શકે.
એ ઘર નથી, એ ઘરને પરિવાર કહેવો તે અસત્ય છે. એક કલાકનું આ મૌન ચૌદ વર્ષમાં તો એ દરવાજાને ખોલી નાખશે જે દરવાજાનું નામ ઘ્યાન છે. જે ઘ્યાન દ્વારા માણસને સમયહીનતાનો, અહંકારશૂન્યતાનો અનુભવ થાય છે, આત્માની ઝાંખી થાય છે, એ ઝાંખી સેકસના અનુભવ પહેલાં મળી જવી જૉઇએ. જૉ આમ થાય તો સેકસ ભણીની દોટ થંભી જાય. શકિત એ માર્ગે વહેવા લાગશે.
આ પ્રથમ ચરણ છે. બીજું ચરણ છે પ્રેમ. બાળકોને બચપણથી જ પ્રેમની દીક્ષા આપવી જોઇએ. અત્યાર સુધી આપણે એવી ભ્રમણામાં હતાં કે પ્રેમનું શિક્ષણ માનવીને સેકસ તરફ લઇ જશે. પ્રેમનું શિક્ષણ કંઇ સેકસ ભણી ન લઇ જાય. સાચી વાત તો જુદી જ છે. પ્રેમ જેટલો વિકસિત થાય છે તેટલી કામશકિત પ્રેમમાં રૂપાંતરિત થઇને વહંેચાવી શરૂ થઇ જાય છે. માણસ પ્રેમથી જેટલો ઓછો ભરેલો તેટલો વધારે કામુક, સેકસગ્રસ્ત હોવાનો.
જેના જીવનમાં પ્રેમ જેટલો ઓછો એના જીવનમાં વિદ્વેષ એટલો જ વધારે હોવાનો. જીવનમાં પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ, પ્રતિસ્પર્ધા વિશેષ. જીવનમાં પ્રેમ જેમ ઓછો તેમ ચિંતા ને દુ:ખ વિશેષ. દુ:ખ, ચિંતા, ઇર્ષા, ધૃણા, દ્વેષ, આદિથી માણસ જેમ વધારે ધેરાયેલા રહે છે તેમ એની સમગ્ર શકિત વિકòત થઇ જાય છે. એ શકિત તાણ અનુભવે છે, એની નિકાસ માટે કોઇ માર્ગ નથી રહેતો, સિવાય કે સેકસ. પ્રેમ શકિતઓની નિકાસ બને છે.‘‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી
Originally Posted By:- Divya Bhaskar

No comments:
Post a Comment