Tuesday, May 27, 2008

સોગંદ ખાવાવાળાથી હંમેશાં સાવધાન રહો

સોગંદ ખાવાવાળાથી હંમેશાં સાવધાન રહો

oshovaniસોગંદ ચેતન મન ખાય છે અને જે અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે.

દ્રઢ સંકલ્પ શા માટે કરવો પડે? જયારે કોઈ એમ કહે છે કે હું બ્રહ્મચર્યનું વ્રતલઉં છું. એનો અર્થ જ એ છે કે તેની અંદર કામુકતા ઉછાળા મારે છે. નહીંતર બીજું શું કારણ હોઈ શકે? જયારે કોઈ એમ કહે છે કે શ્નઆજથી હું ઓછું ખાવાનાં સોગંદ લઉં છું.’ એનો અર્થ એ છે કે એને વધુ ખાવાનું મન છે અને ઓછું ખાવું પડે છે અને ત્યારે અનિવાર્યરૂપે દ્વન્દ્વ પેદા થાય છે.

જેની સામે આપણે લડવા માંગીએ છીએ એ જ આપણી નબળાઈ છે અને ત્યારે દ્વન્દ્વ સ્વાભાવિક છે. મનની સાથે લડતો લડતો તે મિત્રના ઘરે ગયો અને ખૂબ સંભાળ રાખીને કહ્યું, શ્નઆ મારા મિત્ર છે.’ પણ જયારે તે બોલતો હતો ત્યારે તેના તરફ કોઈ જૉતું ન હતું. ઘરના લોકો તેના મિત્રને જ જૉઈ રહ્યા હતા.

ફરી પાછો તેને ખ્યાલ આવ્યો કે મારો કોટ, મારી પાઘડી. પણ તરત જ ખ્યાલ આવ્યો કે સોગંદ લીધા છે, એની વાત જ કરવાની નથી. એ કપડાં મારાં છે, કપડાં કોઈનાં હોઈ શકે. આ તો સંસાર છે. આ બધી માયા છે. પણ આ બધી વાત પોતાને સમજાવી રહ્યો હતો. મૂળ વાત તો અંદર ઉછાળા મારી રહી હતી. તેણ કહ્યું, શ્નઆ મારા મિત્ર છે, બચપણના દોસ્ત છે, બહુ મજાના માણસ છે. બાકી રહ્યાં કપડાં, કપડાં એનાં જ છે, મારાં નથી.’

ઘરના લોકોને આ પરિચય ખૂબ વિચિત્ર લાગ્યો. આજ સુધી આવા પરિચયનો તેમને અનુભવ નહોતો. બહાર નીકળીને ફકીરે મિત્રની માફી માગી, કે ભૂલ થઈ ગઈ. શું કરું? આ શું થઈ ગયું છે મને? મારી જિંદગીમાં આજ દિવસ સુધી કપડાંએ મને પકડયો નથી, કોઈએ મને પકડયો નથી. મિત્રે કહ્યું, શ્નહવે હું તમારી સાથે નહીં આવું.’ પણ ફકીર હાથ જૉડીને કહેવા લાગ્યો કે એમ ન કરો.

જીવનપર્યંત મને એ વાતનો ડંખ રહેશે કે મેં તમારી સાથે દુવ્ર્યવહાર કર્યો. હવે હું સોગંદપૂર્વક કહું છું કે કપડાંની વાત નહીં ઉરચારું. હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું.સોગંદ ખાવાવાળાથી હંમેશાં સાવધાન રહો. કારણ કે જે સોગંદ ખાય છે તેની અંદર સોગંદથી યે કંઈ મજબૂત છે કે જેના માટે તેને સોગંદ ખાવા પડે છે.

અને જે અંદર છે તે ખૂબ ઊંડું છે અને સોગંદ ઉપર અને બહારથી ખવાય છે. સોગંદ ચેતન મન ખાય છે અને જે અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે.મનના જૉ દસ ભાગ કરવામાં આવે તો એક ભાગ સોગંદ ખાય છે અને નવ ભાગ અંદર દબાયેલા પડયા છે. એક ભાગ બ્રહ્મચર્યના સોગંદ ખાય છે અને બાકીના નવ ભાગ કામને ઝંખે છે અને તેનું જ રટણ કરે છે.

ત્રીજા મિત્રને ત્યાં ગયા. હવે તે ફકીરે શ્વાસ પર સંયમ રાખ્યો હતો. સંયમી માનવી ખૂબ જ ખતરનાક છે. કારણ કે ઉપરથી સંયમ સાઘ્યો હોય છે. પરંતુ અંદર જવાળામુખી ઊકળી રહ્યો હોય છે. યાદ રાખો કે જે વસ્તુ સાધવી પડતી હોય છે, તે સાધવામાં એટલો શ્રમ પડે છે કે સાધના સતત થઈ શકતી નથી. શિથિલ થવું પડે છે, વિશ્રામ કરવો પડે છે.

જૉ હું જૉરથી મૂઠી બાંધું તો કેટલી વાર સુધી તેને બાંધેલી રાખી શકું? ચોવીસ કલાક? જેટલી જૉરથી બાંધીશ એટલી જલદી હું થાકી જઈશ અને મૂઠી ખૂલી જશે. મૂઠી ચોવીસ કલાક ખુલ્લી રાખી શકાય છે પરંતુ બાંધી રાખી શકાતી નથી.જે કામમાં શ્રમ પડે છે તેને તમે તમારું જીવન નહીં બનાવી શકો. એ કામ કદી સહજ નહીં બને.

કારણ કે જયાં પ્રેમ છે ત્યાં વિશ્રામ તો આવવાનો જ. માટે સંત જેટલો સિદ્ધ એટલો જ ખતરનાક. કારણ કે એને વિશ્રામનો સમય તો હોય છે જ. ચોવીસ કલાકમાં એક કલાક તો તેને શિથિલ થવું જ પડે અને એ સમયે દુનિયભારનાં પાપ તેની અંદર બેઠાં થશે! નર્ક ઊભું થઈ જશે.

તો ફકીરે તેનો શ્વાસ પણ રોકી રાખ્યો અને સોગંદ લીધા કે કપડાંની વાત નહીં કરું. પણ તેની હાલત તો વિચારો. જૉ તમે થોડાગણા પણ ધાર્મિક હશો તો ફકીરની હાલત સમજી શકશો. જૉ સોગંદ લીધા હોય, સંકલ્પ કર્યોહોય તો તમને ખ્યાલમાં હશે કે અંદર શું શું થાય. અંદર ગયા. ફકીર તો પરસેવે રેબઝેબ થઈ ગયો.

એની નસો તંગ થઈ ગઈ. માંડમાંડ તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા, શ્નઆ મારા બહુ જૂના મિત્ર છે. ખૂબ સારા માણસ છે.’ આટલું બોલીને જરાક થોભ્યો. જાણે અંદરથી કોઇક ધક્કો લાગ્યો અને બધું વહી ગયું. પૂર આવ્યું ને તણાઈ ગયું અને ફકીરે કહ્યું, શ્નહવે કપડાંની વાત, એ માટે હું કશું નહીં કહું. સોગંદ લીધા છે.’

જેવું આ ફકીરનું થયું એવું જ સેકસની બાબતમાં આખી માનવજાતિનું થયું છે. સેકસને એક ઘા, એક રોગ, એક વિકૃતિ કરી મૂકવામાં આવી છે અને બધું જ વિષમય કરી મૂકયું છે.શ્નસંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

No comments: