કામુકતાનું દમન કરવાને પરિણામે જ મનુષ્ય બંધનમાં આવ્યો છે. આથી જ માણસના કામને કોઈ અવધિ નથી રહી, કોઈ સમય નથી રહ્યો. પશુઓના કામને નિશ્ચિત અવધિ હોય છે, વર્ષમાં કોઈ નિશ્ચિત સમય હોય છે. માણસ ચોવીસ કલાક અને બારેમાસ કામુક છે.
ચોવીસ કલાક ને બારેમાસ કામુકતાથી ભરેલું હોય એવું તો કોઈ જાનવરેય હોતું નથી. પશુને એનો સમય છે, એની ઋતુ છે. ઋતુ આવે છે ને જાય છે. પછી એને સ્મરણ પણ રહેતું નથી. પરંતુ માણસ શું બની ગયો છે? જે વસ્તુને એણે દબાવી એ જ વસ્તુ ચોવીસ કલાક અને બારેમાસ એના સમગ્ર જીવનમાં ફેલાઈ ગઈ.
તમને કોઈ વાર વિચાર આવ્યો છે કે કોઈ પશુ હરવખત હર કોઈ સ્થિતિમાં કામુક હોતું નથી, માણસ હોય છે! જાણે કામુકતા જ સર્વસ્વ હોય! આ વિકòતિ કયાંથી આવી? આ દુઘટર્ના કેવી રીતે સંભવી? કોઈ પશુમાં તો એવું કંઈ બન્યું નથી। એનું કારણ શું?
એનું એક જ કારણ છે અને તે એ કે મનુષ્યે કામને દમવાના પ્રયત્નો કર્યા છે। એને દબાવ્યો છે એથી જ ઝેરની જેમ તે સમગ્ર વ્યકિતત્વ પર ફેલાઈ ગયો છે. અને દમન માટે આપણે શું કરવું પડે છે? એ માટે નિંદા કરવી પડી, ગાલિપ્રદાન કરવું પડયું, અપમાનજનક ભાવનાઓ કરવી પડી.
આપણે કહેવું પડયું કે સેકસ પાપ છે, સેકસ નરક છે। આપણે કહેવું પડયું કે જે સેકસમાં છે તે ગર્હિત છે,નિંદિત છે.જયારે આટલી ગાળો શોધી ત્યારે ભારે દમનમાં માંડ માંડ સફળતા મળી. અને આ નિંદાથી,ગાળોથી તો સમગ્ર જીવન ઝેરી થઈ ગયું એનો તો આપણને ખ્યાલ પણ ન રહ્યો નીત્સેએ એક અર્થપૂર્ણ વચન કહ્યું છે કે, ધર્મોએ વિષ પાઈને કામુકતાને મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા. કામુકતા મરી તો નહીં, માત્ર ઝેરી થઈને જીવે છે. મરી જાત તો સારું થાત. આ તો જીવી પણ ખરી ને ઝેરી થઈને જીવી. આ કામુકતા ઝેરી કામ છે, કામ તો પશુઓમાં પણ છે. કારણ કે એ જ તો જીવનશકિત છે. કામુકતા માત્ર મનુષ્યોમાં છે, પશુઓમાં નથી, પશુઓની આંખોમાં જુઓ. કામુકતા નહીં દેખાય.
માનવીની આંખોમાં જુઓ, કામુકતાનો મિલન પ્રવાહ ઝબકતો દેખાશે, એટલે પશુ આજ પણ એક રીતે સુંદર છે,જયારે દમન કરનાર પાગલોની કુરૂપતા અને દુર્ગંધની તો કોઈ સીમા નથી, કે કયાં સુધી તે ફેલાશે। મેં કાલે તમને કહ્યું હતું કે, જૉ મનુષ્યને કામુકતામાંથી મુકત કરવો હોય તો બાળકો અને બાલિકાઓને એકબીજાંની નજીક લાવવાં પડશે. તેનામાં કામવાસના જાગૃત થાય તે પહેલાં-એકબીજાનાં શરીરથી એટલા સ્પષ્ટ રૂપથી પરિચિત થઈ જાય કે એ આકાંક્ષા વિલીન થઈ જાય.
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:
Post a Comment