કોઈ પણ બાબતને દબાવી દેવી સહેલી છે. એનું પરિવર્તન કરવું અઘરું છે. કારણ કે પરિવર્તનમાં પરિવર્તનની વિધિ અને સાધના જરૂરી છે
આજ સુધી કોઈ એકલા માનવીએ પાપ નથી કર્યું એટલું ભીડમાં માણસોએ કર્યું છે. એકલો માણસ તો પોતે શું કરે છે એનો કંઈક વિચાર કરે છે, પોતાના લિબાસની થોડીકે ય ચિંતા કરે છે કે લોકો કયાંક જાનવર ન કહે! પરંતુ ‘ભીડમાં તો કોણ ઓળખવાનું હતું’ એવા વિચારે માણસ ભીડમાં ભળી જાય છે. એનો પરિચય વિલુપ્ત થાય છે.
હવે એ અમુક તમુક માણસ નથી, હવે એ ભીડ છે. અને ભીડ જે કરે છે તે તે પણ કરે છે. આગ લગાવે છે, બળાત્કાર કરે છે. ભીડમાં માણસને પોતાનામાં રહેલ પશુને છૂટું મૂકવાનો મોકો મળી જાય છે. એટલે જ માનવી પાંચ-દસ વર્ષમાં યુદ્ધની પ્રતીક્ષા કરવા લાગે છે, દંગલની પ્રતીક્ષા કરવા લાગે છે, હિંદુ-મુસલમાનનું બહાનું મળી જાય તો ય ચાલે, ને ન મળે તો ગુજરાતી-મરાઠીના બહાનાથી પણ કામ ચાલે.
એ બહાનું ય ન મળે તો હિંદી-અહિંદી ભાષીનું બહાનું. માણસને તો કોઈ પણ નિમિત્ત જોઈએ. પોતાના અંદરના પશુને મુકિત જોઈએ. અંદર ને અંદર પુરાઈને તો પશુ ગભરાઈ જાય છે. એ પ્રગટ થવા ચાહે છે. જયાં સુધી માણસમાં રહેલો આ પશુ ખતમ ન થઈ જાય ત્યાં સુધી પશુતાના સહજ માર્ગથી ચે મનુષ્યની ચેતના જઈ શકતી નથી. પશુતાનો સહજ માર્ગ, આપણી શકિતઓનું દ્વાર એક જ છે સેકસ. એ દ્વાર બંધ કરી દેવાથી તકલીફો ભી થાય છે.
એ દ્વાર બંધ કરતા પહેલાં જીવનચેતના નૂતન દિશામાં પ્રવાહિત થઈ શકે એ માટે નવા દ્વારનું ઉદ્ઘાટન થવું જરૂરી છે. એ થઈ શકે છે પણ એમ કરવામાં આવ્યું નથી. કારણ કે દમન સરળ લાગ્યું છે, રૂપાંતર અઘરું. કોઈ પણ બાબતને દબાવી દેવી સહેલી છે. એનું પરિવર્તન કરવું અઘરું છે. કારણ કે પરિવર્તનમાં પરિવર્તનની વિધિ અને સાધના જરૂરી છે. એટલે સરળ માર્ગ અપનાવ્યો કે કામ અંદર ને અંદર જ દબાવી દો. પરંતુ આપણે એ ભૂલી ગયા કે દબાવવાથી કોઈ વસ્તુ નષ્ટ થતી નથી. લટાની, વિશેષ પ્રબળ બને છે. અને એ પણ ભૂલી ગયા કે દમનથી આકર્ષણ વધારે ડું થાય છે.
જેનું આપણે દમન કરીએ છીએ તે ચેતનાના ડા સ્તરમાં પ્રવેશી જાય છે. આપણે દિવસે દબાવીએ છીએ તો રાત્રે સ્વપ્નું થઈને આંખોમાં ઝબકવા માંડે છે. આપણે એને જાગૃત અવસ્થામાં દબાવીએ છીએ અને તે અંદર રહ્યું રહ્યું કૂદી પડવાની-નીકળી પડવાની તકની રાહ જૉતું હોય છે. જેને આપણે દબાવીએ છીએ તેનાથી આપણે મુકત નથી થતા, આપણે વધારે ડા અર્થમાં અને ડાણમાં અચેતનમાં બંધાતા જઈએ છીએ અને અચેતનમાં એનાં મૂળ પહોંચીને આપણને જકડી લે છે.
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:
Post a Comment