Wednesday, June 4, 2008

ફૂલો ઘણાં સ્વાદિષ્ટ છે

ફૂલો ઘણાં સ્વાદિષ્ટ છે

એક માણસ બીમાર હતો. દિવસ-રાત એને ભૂખ લાગતી હતી. એ જ એની બીમારી હતી. હકીકતમાં એને કોઈ બીમારી ન હતી. જીવનની બાબતમાં એણે વિરોધી પુસ્તકો વાંરયાં હતાં. એણે વાંરયુ હતું કે, ભોજન પાપ છે. ઉપવાસ પુણ્ય છે. કંઈ પણ ખાવું તે હિંસા કરવા બરાબર છે.ભોજન પાપ સમજીને એ ભૂખનું દમન કરવા લાગ્યો. જેમ ભૂખનું દમન થતું ગયું તેમ ભૂખ પ્રબળતાથી પ્રગટ થવા માંડી. પરિણામ એ આવ્યું કે તે બે- ચાર દિવસ ઉપવાસ કરે અને એક દિવસ ગાંડાની માફક જે આવે તે ખાઈ લેતો હતો. કંઈ પણ ખાઈ લે એટલે દુ:ખી થાય. કારણ કે વળી પાછી ખાવાની તકલીફ સહેવી પડતી હતી. વળી પાછો ઉપવાસ કરે ને પશ્ચાત્તાપ કરે ને વળી પાછો કંઈક ખાઈ લે. છેવટે તેણે નક્કી જ કર્યું કે ઘરમાં રહીને આ વસ્તુ ટાળી નહીં શકાય, જંગલમાં જવું જૉઈએ.

તે પહાડ પર ગયો. હિલ સ્ટેશન પર જઈને એક ઓરડામાં રહેવા લાગ્યો. ઘરના માણસો પણ મૂંઝવણમાં પડી ગયા. પહાડ પર જઈને પતિ હવે ખાવાની બીમારીથી મુકત થશે એવું માનીને પત્ની આનંદ પામી. એણે પતિને આનંદના પ્રતીકરૂપે પુષ્પો મોકલ્યાં અને કહેડાવ્યું, ‘હું બહુ રાજી થઈ છું. તમે કદાચ પહાડ પરથી સ્વસ્થ થઈને પાછા ફરશો એવી શુભકામના રૂપે આ પુષ્પો મોકલું છું.’ પેલા માણસે ઉત્તરમાં જણાવ્યું હતું, ‘ફૂલો મોકલવા બદલ આભાર. ફૂલો ઘણાં સ્વાદિષ્ટ છે.’ પહાડ પર રહીને એ ફૂલો ખાઈ ગયો... કોઈ માણસ ફૂલ ખાઈ જાય એની તો આપણને કલ્પના ય ન આવે. કારણ કે આપણે એની જેમ કાંઈ ઉપવાસની સાધના થોડી જ કરી છે?

પરંતુ જેણે ભોજનની સાથે લડાઈ શરૂ કરી હશે, તે જરૂર ફૂલો ખાશે. માનવીએ સેકસની સાથે લડાઈ શરૂ કરી તો તેણે સેકસના નામ પર શું શું ખાધું(કર્યું) તેનો હિસાબ લગાવ્યો છે? મનુષ્યને-સભ્ય મનુષ્યને બાદ કરતાં સજાતીય સંબંધ કયાંય છે? જંગલમાં આદિવાસીઓ રહે છે. એમને તો કલ્પના પણ નથી કે સજાતીય કામ હોઈ શકે. પુરુષ પુરુષની સાથે સંભોગ કરે એવું તો હોતું હશે? એ કલ્પનાની બહાર છે. હું આદિવાસીઓ સાથે રહ્યો છું અને સભ્ય લોકો આવું કરે છે એમ મેં તેમને કહ્યું ત્યારે એ કહેવા લાગ્યા કે એ તો તેમની કલ્પનામાં ય નથી આવતું.

અમેરિકામાં તો આ અંગે મોજણી થઈ છે. પાંત્રીસ ટકા લોકો હોમોસેકસ્યુઅલ છે. બેિલ્જયમ, સ્વિડન અને હોલેન્ડમાં હોમોસેકસ્યુઅલ કલબો છે, સોસાયટીઓ છે, તેનાં છાપાં નીકળે છે અને તે લોકો એવો દાવે કરે છે કે સજાતીય સંબંધ ઉપરનું કાયદાનું નિયંત્રણ દૂર થવું જૉઈએ. ચાલીસ ટકા જેટલા લોકો જેમાં માનતા હોય, જે વ્યવહાર કરતા હોય, તેને દબાવી દેવો એ લધુમતી પર આક્રમણ છે. તેઓ માને છે કે તે બરાબર છે અને તેમ કરવાનો અમને અધિકાર હોવો જૉઈએ. આ સ્થિતિ કેમ પેદા થઈ તેની કલ્પના કોઈ કરી શકતું નથી.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી … સંકલન : એક ઓશો સંન્યાસી

No comments: