Saturday, June 21, 2008

પ્રેમ સદા ઝૂકવા રાજી છે, અહંકાર નહીં

પ્રેમ સદા ઝૂકવા રાજી છે, અહંકાર નહીં

Oshovaniએક ગામમાં એક માણસે માછલીની દુકાન માંડી હતી. એ ગામમાં એવી એ પહેલી દુકાન હતી. દુકાનદારે સરસ પાટિયું લગાવ્યું. ‘તાજી માછલીઓ અહીં વેચાય છે.’

એક માણસે પૂછ્યું: ‘ માછલીઓ તો તાજી જ વેચાય. વાસી કંઈ વેચાય? તાજી કહેવાનો શો અર્થ છે?’

દુકાનદારે વાત ખરી લાગતાં એણે ‘તાજી’ શબ્દ પાટિયામાંથી કાઢી નાખ્યો.

એ જ દિવસે એક વૃદ્ધા ત્યાં આવી. પાટિયું વાંચીને તે બોલી: ‘અહીં માછલી વેચાય છે? શું બીજે પણ વેચો છો ખરા?’

દુકાનદારને ‘અહીં’ શબ્દ પણ નિરર્થક લાગ્યો ને કાઢી નાખ્યો. હવે રહ્યું માત્ર ‘માછલી વેચાય છે.’ત્રીજે દિવસે એક માણસે વળી કહ્યું: ‘માછલી વેચાય છે? શું મફત પણ આપો છો ખરા?’‘વેચાય છે.’ શબ્દ પણ દુકાનદારે કાઢી નાખ્યો.

એક વૃદ્ધ આવ્યો: ‘માછલી? એ તો આંધળાને ય ખબર પડે તેવી વાત છે. માછલીની વાસ દૂરથી આવે છે. આ પાટિયું શું જૉઈને માર્યું?’

પાટિયામાંથી ‘માછલી’ પણ ચાલી ગયો. રહી ગયું માત્ર પાટિયું.

બીજા એક માણસે આવીને કહ્યું: ‘પાટિયું શું લટકાવ્યું છે? નકામી જગ્યા રોકે છે.’

પાટિયું પણ ગયું. કશું ન રહ્યું. જેમ જેમ નિષેધ થતો ગયો તેમ તેમ પ્રકાશ પ્રગટતો ગયો, એક પછી એક શબ્દો ખસતા ગયા. પાછળ જે હતું તે શૂન્ય.

એ શૂન્યમાંથી પ્રેમનો જન્મ થાય છે કારણ કે એ શૂન્યમાં બીજાના શૂન્યમાં મળવાની ક્ષમતા છે. શૂન્યથી માત્ર શૂન્ય જ મળી શકે છે, બીજું કંઈ નહીં. બે શૂન્ય મળી શકે છે, બે વ્યકિત નહીં. બે વ્યકિત નથી મળી શકતી, બે શૂન્ય મળી શકે છે, કારણ કે વરચે કોઈ બાધા નથી હોતી. દરેક વસ્તુને દીવાલ હોય છે, શૂન્યને કોઈ દીવાલ હોતી નથી.

તો બીજી વાત એ સ્મરણમાં રાખવાની કે જયારે વ્યકિતનું વિલોપન થાય છે, ‘હું’ ભાવ ચાલ્યો જાય છે ત્યારેે પ્રેમ પ્રગટે છે. જે છે તે સમસ્ત છે. ‘હું’ નથી એવો ભાવ થતાં જ દીવાલો તૂટે છે, ગંગા વહી નીકળે છે. ગંગા શૂન્યની જ પ્રતીક્ષા કરતી હતી. આપણે જયારે કૂવો ખોદીએ છીએ ત્યારે પાણી તો અંદર છે જ.

પાણી લાવવાનું હોતું નથી. માત્ર પાણી આડે પડેલા પથ્થરોને-માટીને દૂર કરવાનાં હોય છેે. આપણે કરી કરીને શું કરીએ છીએ? એક શૂન્ય ભું કરીએ છીએ. કૂવો ખોદવાનો અર્થ જ શૂન્ય સર્જવું, જેથી પાણીને પ્રગટ થવા અવકાશ મળે. કૂવામાં પાણી તો ભર્યું જ છે.માટી-પથ્થર દૂર કરો એટલે પાણી છલકાઈ ઠશે.

માનવીની અંદર પ્રેમ ભર્યોપડયો છે. એને પ્રગટવા જગા જૉઈએ અને જયાં સુધી આપણે ‘હું’થી ભર્યા છીએ, ‘હું’ની બૂમો પાડયા કરીએ છીએ ત્યાં સુધી પ્રેમ નહીં પ્રગટે. ‘હું’ છે, ત્યાં સુધી તમે માટી-પથ્થરથી ભરેલા કૂવા છો. તમારા કૂવામાં પ્રેમનાં ઝરણાં નહીં ફૂટે, ફૂટી શકે નહીં. એક વાત સાંભળી છે એક પુરાણા વૃક્ષની. એની શાખાઓ સમ્રાટની અદાથી આકાશમાં ફેલાઈ હતી. એને પુષ્પ બેસતાં તો દૂર દૂરથી એની સુગંધ લેવા પતંગિયાં આવતાં. એને ફળ આવતાં ને પંખીઓ ડાડ કરી મૂકતાં.

એની ફેલાયેલી શાખાઓ, એની છાયા, એનું આ રૂપ આકાશમાં બહુ સુંદર પસતું. એની છાયામાં રોજ એક બાળક રમવા આવતો. આ મોટાં વૃક્ષને એ નાના બાળક સાથે પ્રેમ બંધાઈ ગયો. મોટાને જૉ મોટાઈનો ખ્યાલ ન રહે તો નાના સાથે પ્રેમ થઈ શકે છે. વૃક્ષને પોતાની મોટાઈનું ભાન ન હતું. એ ભાન તો માત્ર માનવીને જ હોય છે. અહંકાર હંમેશાં પોતાનીથી મોટા સાથે સંબંધ બાંધે છે.

પ્રેમને મન કોઈ નાનું મોટું નથી. તો વૃક્ષને બાળક સાથે પ્રીત બંધાણી પણ બાળક નાનો હતો, શાખાઓ ચી હતી. બાળક ફળ તોડી શકે માટે વૃક્ષ પોતાની શાખાને નીચી ઝુકાવતું. પ્રેમ સદા ઝૂકવા રાજી છે, અહંકાર નહીં. અહંકાર પાસે જશો તો તેના હાથ તમે અડી ન શકો માટે ચા થશે કારણ કે જેને આંબી શકાય તે માણસ નાનો, જેને આંબી ન શકાય તે દૂર, દિલ્હીના સિંહાસન પર-મોટો માણસ.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

No comments: