સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે.
સમાધિ માટે ઇસુ ખિ્રસ્તે કહ્યું છે : વ્ત્ર્ફૂશ્વફૂ સ્ન્ર્ત્ર્ીશ્રશ્ર ણુફૂ દ્દiૃફૂ ઁં શ્રંઁિંફૂશ્વ. સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે. સેકસના અનુભવમાં બીજી બીના આ બને છે. ધાર્મિક અનુભૂતિ માટે સર્વાધિક તત્ત્વ છે : અહંશૂન્યતા ને સમયવિહીનતા. મનુષ્ય કામાતુર થાય છે, એનું બીજું કારણ આ છે. એ આતુરતા શરીર માટે લગીર પણ નથી. એ આતુરતા છે અહંકારશૂન્યતાની, સમયશૂન્યતાના અનુભવ માટેની. પરંતુ અહંકારશૂન્યતા ને સમયશૂન્યતા માટે આતુરતા થાય છે શા માટે? એટલા માટે કે અંહકાર શૂન્ય થતાં જ આત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. સમય નાશ પામતાં જ પરમાત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. એ ઘટના માત્ર ક્ષણભરની છે. પરંતુ એ ક્ષણ માટે મનુષ્ય ગમે તેટલી શકિત ગુમાવવા તૈયાર થાય છે. શકિતનો અપવ્યય થવા બદલ-શકિત ક્ષીણ થવા બદલ એ પસ્તાય છે. પછી એને તરત સમજાય છે કે શકિત જેટલી ક્ષીણ થાય છે મૃત્યુ એટલું નજીક આવે છે. કેટલાંક પશુમાં તો એક જ સંભોગ પછી નર મરણ પામે છે. કેટલાંક જંતુઓ તો એક જ સંભોગ કરવા પામે છે અને સંભોગ દરમિયાન ખલાસ થઇ જાય છે.
આફ્રિકામાં એક કરોળિયો થાય છે. એ એક જ સંભોગ કરી શકે છે અને સંભોગ દરમિયાન જ મૃત્યુ પામે છે એટલી શકિત ક્ષીણ થઇ જાય છે. મનુષ્યના અનુભવમાં આ વાત બહુ વહેલી આવી ગઇ છે કે સેકસનો અનુભવ શકિતને ક્ષીણ કરે છે અને ધીરે ધીરે મૃત્યુ નજીક આવે છે. માણસ ઘણો પસ્તાય છે, પરંતુ પસ્તાયા પછી થોડી ક્ષણો વીતતાં જ આતુરતા પાછી સંભવે છે. એ આતુરતામાં નક્કી કોઇ અર્થ હોવો જોઇએ અને એ સમજી લેવો જરૂરી છે. સેકસની આતુરતામાં કોઇ ધાર્મિક અનુભવ છે, કોઇ આત્મિક અનુભવ. એ અનુભવને જો આપણે નિહાળી શકીએ તો સેકસથી પર થઇ શકીએ. જો એમ ન થયું તો આપણે સેકસમાં જીવવાના અને મરવાના પણ સેકસમાં જ. એ અનુભવને પિછાણી શકીએ. રાત અંધારી છે અને વીજળી ચમકે છે. વીજળીની ચમક જો આપણને દેખાઇ જાય અને તેને બરાબર સમજી લઇએ કે રાતને કારણે વીજળી ચમકે છે, તો રાતને વધુ અંધારી કરવાની કોશિશ કરીશું, કે જેથી વીજળી ચમકે.એ અનુભૂતિ કામમાં ચળકે છે પરંતુ એ અનુભૂતિ સ્વયં કામ નથી. એ અનુભૂતિ તો કામાતીત છે. પરંતુ એ કામ દ્વારા ઉપલબ્ધ થાય છે. એટલે કામની સાથે એનું સાહચર્ય, સહયોગ થયો છે. એની ભિન્નતા અને સ્વરૂપભેદ સમજી લીધા પછી એને એના અસલ સ્વરૂપમાં શોધી શકાય છે. તે સેકસની પારથી આવે છે. એ પારના અનુભવને આપણે ગ્રહણ કરી શકીએ તો આપણે સેકસથી પર થઇ શકીએ, અન્યથા નહીં.
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી (સંકલન : એક ઓશો સંન્યાસી)

No comments:
Post a Comment