શાંત થવાની, નિર્વિકાર થવાની, મૌન થવાની ઘ્યાન-દીક્ષા બાળકને આપવી એ કામના રૂપાંતરનું પ્રથમ ચરણ છે. બાળક આમ તો સ્વભાવથી જ મૌન છે, શાંત છે. જો એને થોડીઘણી તાલીમ અપવામાં આવે, મૌન, શાંત રહેવાની થોડી જ કેળવણી આપવામાં આવે તો જયારે તેઓ ૧૪ વર્ષનાં થશે, કામ જયારે જાગૃત થશે, ત્યારે એમનું એક દ્વાર ખૂલી ચૂકયું હશે. શકિત એકઠી થશે અને દ્વાર ખુલ્યું થયું છે તે દ્વારથી વહેવી શરૂ થઈ જશે. એમને શાંતિનો, આનંદનો, કાલહીનતાનો, નિરહંકાર ભાવનો અનુભવ સેકસના અનુભવ કરતાં ઘણો વહેલો ઉપલબ્ધ થઈ જશે.
એ અનુભવ એમની શકિતને અવળા માર્ગે જતી અટકાવી યોગ્ય માર્ગે વાળશે. પરંતુ આપણે નાનાં બાળકોને ધ્યાન તો નથી શીખવતાં, લટાનો, કામનો વિરોધ શીખવીએ છીએ. કામ પાપ છે, ગંદકી છે, કુરૂપતા છે, બૂરાઈ છે, નરક છે એ બધું આપણે શીખવીએ છીએ. એને આ બધું કહી દેવાથી કોઈ ફરક પડતો નથી, ઉલટાનું આપણા કહેવાથી જ બાળકો એ તરફ વધારે આકર્ષિત થાય છે અને નરક કેવું છે એની શોધ કરવા માંડે છે કે જેનાથી મોટા મોટા વૃદ્ધો ભયભીત છે, બેચેન છે એ વસ્તુ છે શી?
એમને અલ્પ સમયમાં જ જાણ થઈ જાય છે કે મોટેરાં જે વાતથી આપણને રોકવાના પ્રયત્નો કરે છે તેઓ પોતે જ એમાં રાત-દિવસ લીન છે. આ વાતની ખબર પડતાં જ મા-બાપમાં રહેલી એમની શ્રદ્ધા નાશ પામે છે. મા-બાપ તરફની શ્રદ્ધાનું વિનાશક કારણ નવી તાલીમ નથી, પણ મા-બાપ પોતે જ છે. તમે બાળકોને જે વસ્તુ ગંદી હોવાનું કહો છે તે જ વસ્તુમાં તમે સારી પેઠે ડૂબ્યા છો એની એમને જાણ થઈ જાય છે. તમારી દિવસની જિંદગી જુદી છે ને રાતની જુદી છે. તમે કહો છો કંઈક ને કરો છો કંઈક.
નાનાં બાળકો ભારે સૂક્ષ્મ નિરીક્ષક હોય છે. ઘરમાં શું થાય છે એનું તેઓ બારીક નિરીક્ષણ કરે છે. તેઓ જુઓ છે કે જે વાતને મા ગંદી કહે છે, બાપ ગંદી કહે છે એ જ વાત ઘરમાં રાત-દિવસ ચાલે છે. એનું જ્ઞાન એમને ઘણી જલદીથી થઈ જાય છે. એમની તમામ શ્રદ્ધા તૂટી પડે છે. એમને લાગે છે કે આ મા-બાપ પાખંડી છે, દગાબાજ છે, દંભી છે. તેઓ વાત કંઈક કરે છે પણ વર્તન એમનું જુદું જ છે.
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી
સમાધિ માટે ઇસુ ખિ્રસ્તે કહ્યું છે : વ્ત્ર્ફૂશ્વફૂ સ્ન્ર્ત્ર્ીશ્રશ્ર ણુફૂ દ્દiૃફૂ ઁં શ્રંઁિંફૂશ્વ. સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે. સેકસના અનુભવમાં બીજી બીના આ બને છે. ધાર્મિક અનુભૂતિ માટે સર્વાધિક તત્ત્વ છે : અહંશૂન્યતા ને સમયવિહીનતા. મનુષ્ય કામાતુર થાય છે, એનું બીજું કારણ આ છે. એ આતુરતા શરીર માટે લગીર પણ નથી. એ આતુરતા છે અહંકારશૂન્યતાની, સમયશૂન્યતાના અનુભવ માટેની. પરંતુ અહંકારશૂન્યતા ને સમયશૂન્યતા માટે આતુરતા થાય છે શા માટે? એટલા માટે કે અંહકાર શૂન્ય થતાં જ આત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. સમય નાશ પામતાં જ પરમાત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. એ ઘટના માત્ર ક્ષણભરની છે. પરંતુ એ ક્ષણ માટે મનુષ્ય ગમે તેટલી શકિત ગુમાવવા તૈયાર થાય છે. શકિતનો અપવ્યય થવા બદલ-શકિત ક્ષીણ થવા બદલ એ પસ્તાય છે. પછી એને તરત સમજાય છે કે શકિત જેટલી ક્ષીણ થાય છે મૃત્યુ એટલું નજીક આવે છે. કેટલાંક પશુમાં તો એક જ સંભોગ પછી નર મરણ પામે છે. કેટલાંક જંતુઓ તો એક જ સંભોગ કરવા પામે છે અને સંભોગ દરમિયાન ખલાસ થઇ જાય છે.
એક વાર દ્વાર ઉઘડી ગયા પછી બીજું દ્વાર ખોલવું અઘરું છે. કારણ કે સમસ્ત શકિતઓનો નિયમ એ છે કે એક વાર એ વહેવા માટે માર્ગ શોધી લે પછી એ જ માર્ગે વહેવાનું પસંદ કરશે. ગંગા સાગર તરફ વહી નીકળી. એક વાર એણે રસ્તો કરી લીધો પછી તો એ જ રસ્તે એ વહેતી જશે. રોજ નવું પાણી આવશે અને એ જ રસ્તેથી વહેતું ચાલ્યું જશે. ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે. જીવનશકિત પણ એક માર્ગ શોધી લે છે પછી એ જ માર્ગે વહી જાય છે.
૧૯૩૦ ની આસપાસ ગાંધીજી શ્રીલંકા ગયા હતા. એમની સાથે કસ્તૂરબા હતાં. સંયોજકોએ માન્યું કે ગાંધીજીનાં બા સાથે આવ્યાં છે. લોકો પણ એવું જ સમજયા. સંયોજકોએ પરિચય આપતાં કહ્યું કે ગાંધીજી પધાર્યા છે અને મોટું સદભાગ્ય તો એ વાતનું છે કે એમનાં માતાજી પણ સાથે પધાર્યા છે, એમની બાજુમાં જ બિરાજયાં છે. ગાંધીજીના સેક્રેટરી ગભરાયા કે ભારે થઈ. આ તો આપણી જ ભૂલ. પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જરૂરી હતી... પરંતુ હવે તો ઘણું મોડું થયું હતું. 