હું તમને કહેવા માગું છું કે કામ દિવ્ય છે, પવિત્ર છે. કામની શકિત પરમાત્માની શકિત છે, ઈશ્વરની શકિત છે અને એથી તો એમાંથી ર્જા-ઓજસ પ્રગટે છે. તેની પવિત્રતા સ્વીકારો અને ધન્યતાને સ્વીકારો અને તેમાં ડે ડે શોધો. તો તમે ચકિત થશો. જેટલી પવિત્રતાથી કામને સ્વીકારશો એટલો જ કામ પવિત્ર થતો જશે અને જેટલી અપવિત્રતાથી, પાપ¼ષ્ટિથી કામનો વિરોધ કરશો, એટલો જ તે પાપરૂપ-કુરૂપ થશે.
જયારે કોઈ પોતાની પત્ની પાસે જાય તો એવી રીતે જાય જાણે કે તે મંદિરમાં જતો હોેય, જયારે કોઈ પત્ની તેના પતિની પાસે જાય તો એવી રીતે જાય જાણે કે તે પરમાત્માની પાસે જતી હોય. કારણ કે જયારે બે પ્રેમી કામથી દોરાઈને નજીક આવે છે, અને સંભોગમાંથી પસાર થાય છે, ત્યારે ખરેખર તે પરમાત્માના મંદિર પાસેથી પસાર થાય છે. એ બંનેની નિકટતા એ પરમાત્માનું જ કાર્ય છે. પરમાત્માની સૃજનશકિત ત્યાં પ્રવૃત્ત થઈ રહી છે. અને મારી પોતાની તો એ ¼ષ્ટિ છે કે મનુષ્યના ઇતિહાસમાં મનુષ્યને જૉ કયાંય સમાધિનો - ઘ્યાનનો પહેલો અનુભવ થયો હોય તો તે સંભોગની ક્ષણોમાં થયો છે, બીજે કયાંય નહીં. સંભોગની ક્ષણોમાં જ મનુષ્યને પહેલીવાર ખ્યાલ આવ્યો કે જીવનમાં આટલા આનંદની વર્ષા થઈ શકે.
જેમણે વિચાર કર્યો, જેમણે ઘ્યાન કર્યું, જેમણે કામ અને મૈથુન ઉપર ચિંતન કર્યું તેમને એ સમજાયું કે કામની ક્ષણોમાં, મૈથુનની ક્ષણોમાં, સંભોગની ક્ષણોમાં મન વિચારશૂન્ય થઈ જાય છે. એક ક્ષણને માટે મનના બધા જ વિચારો અટકી જાય છે અને તે આનંદની વર્ષાનું કારણ બને છે. ત્યારે તેમને એક રહસ્ય લાઘી ગયું કે કોઈ પણ વિધિથી જૉ મનને વિચારમુકત કરવામાં આવે તો પણ આટલો જ આનંદ મળે. એમાંથી જ પછી સમાધિ અને યોગની વ્યવસ્થાઓ વિકસી. તેમાંથી જ ઘ્યાન, સામાયિક, પ્રાર્થના વગેરે વ્યવસ્થાઓનો વિકાસ થયો. આ બધાંના મૂળમાં સંભોગનો અનુભવ રહ્યો છે.
અને વળી મનુષ્યને એ અનુભવ પણ થયો કે સંભોગ વિના પણ ચિત્ત વિચારશૂન્ય બની શકે છે. અને જે રસની અનુભૂતિ સંભોગ દ્વારા અનુભવાય છે, તે સંભોગ વગર પણ વરસી શકે. વળી, સંભોગ તો ક્ષણિક છે કારણ કે તેમાં શકિતનો, ઓજસનો વહાવ છે, નિકાસ છે. જયારે ઘ્યાન તો સતત થઈ શકે છે.
તો હું તમને કહેવા માગું છું કે એક યુગલ સંભોગની ક્ષણોમાં જે આનંદ મેળવે છે, તે જ આનંદ એક યોગી ચોવીસેય કલાક સમાધિમાં અનુભવે છે. એ બંને આનંદમાં બુનિયાદી વિરોધ નથી. માટે જ જેમણે વિષયાનંદ અને બ્રહ્માનંદને ભાઈ-ભાઈ કહ્યા છે તેમણે સત્ય જ કહ્યું છે. તે સહોદર છે. એક જ ઉદરમાંથી તે જન્મ્યા છે, એક જ અનુભવમાંથી વિકસ્યા છે. તેમણે સાચું જ કહ્યું છે. તો પહેલું સૂત્ર : જૉ તમારે પ્રેમના તત્ત્વને જાણવું હોય તો કામની પવિત્રતા, દિવ્યતા, એની ઈશ્વરીય અનુભૂતિનો સ્વીકાર કરો, એનો પ્રેમપૂર્ણ હૃદયથી અંગીકાર કરો. તમને આશ્ચર્ય થશે, જેટલા પરિપૂર્ણ હૃદયથી કામનો સ્વીકાર થશે, એટલે અંશે કામથી મુકત થવાતું જશે.
જેટલો અસ્વીકાર તેટલું બંધન - ફકીરને વસ્ત્રોનું હતું તેવું. જેટલો સ્વીકાર એટલી મુકિત. જૉ નૈસર્ગિક જીવનનો પરિપૂર્ણ સ્વીકાર થાય તો એ જ સ્વીકાર અજ્ઞાત માટેનો માર્ગ બની જશે. એ પરિપૂર્ણ સ્વીકòતિને જ હું આસ્તિકતા કહું છું. એ આસ્તિકતા જ વ્યકિતને મુકિત અપાવશે. જે જીવનની નૈસર્ગિકતા સ્વીકારતા નથી, એનો નિષેધ કરે છે, ‘આ પાપ છે, આ વિષય છે, આ ખરાબ છે,’ એવું કહીને જે છોડવાની વાત કરે છે તેને હું નાસ્તિક કહું છું. જેવા હોય તેવા જીવનનો સ્વીકાર કરો અને એની પૂર્ણતામાં જીવો. એ પરિપૂર્ણતા દિનપ્રતિદિન સોપાનો ચડતી જશે. આ સ્વીકાર મનુષ્યને ઘ્ર્વમાં લઈ જશે અને જેનું કામમાં નામોનિશાન ન હતું તેનું દર્શન એક દિવસ લાધશે. કામ જે કોલસો હતો તેમાંથી એક દિવસ પ્રેમનો હીરો ઝળહળશે. આ પ્રથમ સૂત્ર છે.
બીજું સૂત્ર આપને કહેવા માગું છું, તેને પણ આજ સુધી સંસ્કòતિ, સભ્યતા અને ધર્મોએ દબાવી રાખ્યું છે. બીજું સૂત્ર પણ સ્મરણમાં રાખવા જેવું છે કારણ કે પહેલું સૂત્ર કામની શકિતને પ્રેમમાં રૂપાંતરિત કરશે પણ બીજું સૂત્ર દીવાલ બનીને આડું ભું રહ્યું છે એ શકિતને વહેતી રોકવા માટે. એ વહી નહીં શકે.
બીજું સૂત્ર છે માનવીનો અહંકાર - ‘હું’ ભાવ, અહંકાર, ‘હું’ છું. બૂરા લોકો તો કહે છે, ‘હું’ છું. પણ સારા લોકો તો જૉરશોરથી કહે છે કે ‘હું’ છું - ‘મારે સ્વર્ગ જવું છે, મોક્ષ મેળવવો છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે.’ આ ‘હું’ તો ત્યાં ભો જ છે. અને માણસનો અહમ્ જેટલો પ્રબળ, એટલું જ અન્ય સાથે સંયુકત થવાનું સામથ્ર્ય ઓછું કારણ કે અહમ્ એક દીવાલ છે, તે ઘોષણા કરે કે ‘તું તું છો.’, ‘હું હું છું.’ બંને વરચે અંતર છે. કેટલો પ્રેમ કરું તને, મારે ગળે વળગાડું તને, છતાં આપણે બે જુદાં છીએ. ગમે તેટલાં નજીક આવીએ, છતાંયે અંતર તો રહેવાનું જ. હું હું છું - તું તું છે. આથી નિકટતમ અનુભવથી પણ નજીક આવી શકાતું નથી. શરીર પાસે હોય પણ વ્યકિત તો દૂર જ રહે છે. જયાં સુધી મનમાં ‘હું’ ભાવ છે ત્યાં સુધી પરાયાપણાનો ભાવ પણ મોજૂદ છે. સાત્રેએ આ બાબતમાં એક અદ્ભુત વચન કહ્યું છે, ‘વ્ત્ર્ફૂ ંદ્દત્ર્ફૂશ્વ iસ્ન્ ત્ર્ફૂશ્રશ્ર.’ બીજી વ્યકિત નર્ક છે. પણ સાત્રેએ એ નથી કહ્યું કે શા માટે બીજી વ્યકિત નર્ક છે. એ બીજા શા માટે? એ બીજૉ ‘બીજૉ’ છે કારણ કે હું ‘હું’ છું અને જયાં સુધી ‘હું’ છે ત્યાં સુધી જગતની દરેક વસ્તુ અન્ય છે, ભિન્ન છે. અને જયાં સુધી ભિન્નતા છે ત્યાં સુધી પ્રેમનો અનુભવ નથી. ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી
હું આપને કહેવા માગું છું કે જીવનથી અતિરિકત ન કોઇ પરમાત્મા છે, ના કોઇ હોઇ શકે.
એક ગામમાં એક માણસે માછલીની દુકાન માંડી હતી. એ ગામમાં એવી એ પહેલી દુકાન હતી. દુકાનદારે સરસ પાટિયું લગાવ્યું. ‘તાજી માછલીઓ અહીં વેચાય છે.’
જે લોકો સેકસના વિરોધી છે એ તો એ અનુભવ શું છે એ સમજી નથી શકતાં. આટલી આતુરતા કોના માટે છે એનું યોગ્ય વિશ્લેષણ પણ એ લોકો કરી શકતા નથી. હું આપને કહેવા ઇરછું છું કે, સંભોગનું આટલું આકર્ષણ ક્ષણિક સમાધિ માટે છે અને જે દિવસથી આપને સંભોગ સમાધિ ઉપલબ્ધ થવી શરૂ થશે એ જ દિવસથી આપ સંભોગથી મુકત થઈ જશો. તે દિવસથી તમે સંભોગથી, સેકસથી મુકત થશો. કારણ કે માનવી હજારો રૂપિયા ખોઈને પણ થોડોક અનુભવ મેળવે છે, એને કોઈ કાળે કોઈ કહી દે કે રૂપિયા ગુમાવવાની કોઈ જરૂર નથી, આ અનુભવના તો ખજાના ભર્યા છે. આ માર્ગે તું ચાલ અને અનુભવ પ્રાપ્ત કરી લે. તો પછી હજારો રૂપિયા ગુમાવીને એ અનુભવને ખરીદવા માટે એ બજારમાં નહીં જાય.
એક માણસ બીમાર હતો. દિવસ-રાત એને ભૂખ લાગતી હતી. એ જ એની બીમારી હતી. હકીકતમાં એને કોઈ બીમારી ન હતી. જીવનની બાબતમાં એણે વિરોધી પુસ્તકો વાંરયાં હતાં. એણે વાંરયુ હતું કે, ભોજન પાપ છે. ઉપવાસ પુણ્ય છે. કંઈ પણ ખાવું તે હિંસા કરવા બરાબર છે.ભોજન પાપ સમજીને એ ભૂખનું દમન કરવા લાગ્યો. જેમ ભૂખનું દમન થતું ગયું તેમ ભૂખ પ્રબળતાથી પ્રગટ થવા માંડી. પરિણામ એ આવ્યું કે તે બે- ચાર દિવસ ઉપવાસ કરે અને એક દિવસ ગાંડાની માફક જે આવે તે ખાઈ લેતો હતો. કંઈ પણ ખાઈ લે એટલે દુ:ખી થાય. કારણ કે વળી પાછી ખાવાની તકલીફ સહેવી પડતી હતી. વળી પાછો ઉપવાસ કરે ને પશ્ચાત્તાપ કરે ને વળી પાછો કંઈક ખાઈ લે. છેવટે તેણે નક્કી જ કર્યું કે ઘરમાં રહીને આ વસ્તુ ટાળી નહીં શકાય, જંગલમાં જવું જૉઈએ.