Wednesday, July 30, 2008

જે પ્રેમનો કૂવો હતો તે ઝેરી બની ગયો

ઓશો
Wednesday, May 14, 2008 14:59 [IST]

ભારતીય વિધાભવનમાં જયારે મેં પ્રથમ પ્રવચન કર્યું ત્યારે એક બહેને આવીને મને કહ્યું : ‘હું ઘણી ગુસ્સામાં છું. સેકસ તો ભારે ધૃણિત વસ્તુ છે, પાપ છે. તે આટલી બધી વાત શા માટે કરી? હું તો સેકસ પ્રત્યે ધૃણા કરું છું.’ એ બહેન કોઈની પત્ની છે, એને પતિ છે, બાળકો છે. એ સેકસની ધૃણા કરે છે. એને સેકસમાં ખેંચનાર પતિને એ કેવી રીતે ચાહી શકે? એ સેકસથી ઉત્પન્ન થતાં બાળકોને શી રીતે ચાહી શકે? એનો પ્રેમ ઝેરી રહેશે. એની ને એના પતિની વરચે એક બુનિયાદી દીવાલ રહેશે. કારણ કે સેકસ પ્રત્યેની ધૃણા વરચે આવી છે. એ બાળકો પાપમાંથી પેદા થયાં છે. પતિ ને એની વરચે પાપનો સંબંધ છે.

જેની સાથે પાપનો સંબંધ હોય તેવી સાથે મિત્રતા હોઈ શકે ખરી? સેકસની નિંદા કરનાર, સેકસને ગાળો ભાંડનાર લોકોએ આખી દુનિયાના ગૃહસ્થજીવનનો નાશ નોતર્યો છે અને વિનાશ કરીને દુષ્પરિણામ લાવ્યા છે, નહીં કે લોકો સેકસથી મુકત થઈ ગયા છે. જે પતિ પોતાની ને પત્નીની વરચે અંતરાય અનુભવે છે તે પત્નીથી કદી પણ તૃપ્તિનો અનુભવ કરી નથી શકતો. તે પછી આસપાસની સ્ત્રીઓ શોધે છે, વેશ્યાઓ શોધે છે. શોધવાનો જ.

પત્નીથી એણે જો તૃપ્તિ લીધી હોત તો તો કદાચ જગતભરની સ્ત્રીઓ એની મા અને બહેન થઈ રહેત, પરંતુ પત્નીથી તૃપ્તિ ન મળતાં તમામ સ્ત્રીઓ એને પોટેન્શિયલ પત્ની જેવી જણાય છે, પત્નીમાં ફેરવી શકાય તેવી લાગે છે. એ સ્વાભાવિક છે. એમ થવાનું હતું જ. કારણ કે જયાં તૃપ્તિ મળી શકત ત્યાં તો ઝેર છે, પાપ છે. તૃપ્તિ નથી... અને પછી એ ચારેકોર ભટકે છે, શોધે છે. અને શોધમાં માણસ શું નથી કરતો? કામનાં, યૌનનાં કેવાં કેવાં વિકૃત રૂપો એણે ઊભાં કર્યા છે એનો વિચાર કરશું તો ય ગભરાઈ જવાશે. માણસે બધું કર્યું છે. માત્ર વિચાર નથી કર્યો કે જે પ્રેમનો કૂવો હતો, જે કામનો કૂવો હતો તે ઝેરી બની ગયો છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

No comments: