Sunday, September 14, 2008

Kshma Magvathi Shanti Male

ક્ષમા માગવાથી શાંતિ મળે


ઓશો
Saturday, July 19, 2008 09:00 [IST]

એક ફકીરને મળવા કોઈ જર્મન યાત્રી ગયો હતો. યાત્રી કંઈક ગુસ્સામાં હશે. એણે જોડા કાઢીને જોરથી બારણા પર પટકયા, બારણાને ધક્કો મારીને તે અંદર ગયો, અને ફકીરને નમસ્કાર કર્યા.

ફકીરે કહ્યું, ‘તમે પહેલાં જોડાની ને દરવાજાની માફી માગો.’

એ માણસે કહ્યું, ‘ગાંડા થયા છો કંઈ? જોડાની ને બારણાની માફી? એમને તો કંઈ વ્યકિતત્વ છે?’

ફકીરે કહ્યું, ‘ક્રોધ કરતી વખતે એમને વ્યકિતત્વ નથી એવો વિચાર તમને નથી આવ્યો. તમે જોડા એવી રીતે કાઢયા જાણે જોડાનો કંઈ વાંક હોય, જોડામાં પ્રાણ હોય. બારણું એવી રીતે ખોલ્યું જાણે એ તમારું દુશ્મન હોય. ના ભાઈ, ક્રોધ કરતી વખતે જો તમે એમનું વ્યકિતત્વ માની લીધું તો પહેલાં જાઓ, ક્ષમા માગી આવો. પછી હું તમારી સાથે વાત કરીશ, ત્યાં સુધી વાત કરવા હું રાજી નથી.’

દૂર દૂરથી મળવા આવે ને આટલી વાત પર મુલાકાત ન થઈ શકે? લાચાર થઈને તેને દરવાજા પાસે જઈને હાથ જોડીને ક્ષમા માગવી પડી અને કહેવું પડયું, ‘ભાઈ, માફ કર. ભૂલ થઈ ગઈ. મેં તમારી સાથે ગુસ્સો કર્યો.’

એ યાત્રીએ લખ્યું છે કે, ‘જયારે હું ક્ષમા માગતો હતો ત્યારે પહેલાં તો મને હસવું આવ્યું કે આ કેવું ગાંડપણ? પણ મેં જયારે ક્ષમા માગી ત્યારે ચકિત થઈ ગયો. મને એક એવી શાંતિનો અનુભવ થયો કે જેની મેં કલ્પના સરખી કરી નહોતી કે બારણાની ને જોડાની ક્ષમા માગવાથી શાંતિ મળી શકે. હું જઈને ફકીર પાસે બેઠો. એ હસવા લાગ્યો ને બોલ્યો, હવે કંઈક વાત કરી શકાય. તમે થોડો પ્રેમ પ્રગટ કર્યો, હવે તમારી સાથે સંબંધ બાંધી શકાય. કારણ કે તમે હવે આનંદમાં છો.’

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી

Friday, September 5, 2008

પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ

પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ

Osho
Saturday, July 05, 2008 14:10 [IST]

oshoબીજી વાત એ કે, બાળકોને ઘ્યાનની દીક્ષા મળવી જોઇએ. મૌન કેમ થવાય, શાંત કેમ થવાય, નિર્વિકાર કેમ થવાય એ શીખવવું જોઇએ. બાળક તો તત્ક્ષણ નિર્વિચાર થઇ શકે છે, મૌન થઇ શકે છે, શાંત થઇ શકે છે. ચોવીસ કલાકમાંથી એક કલાક ઘરમાં બાળકોને મૌનમાં લઇ જવાની વ્યવસ્થા હોવી ઘટે. પ્રત્યેક ઘરમાં એક કલાક મૌનનું હોવું અનિવાર્ય થવું જૉઇએ. એક દિવસ ખાવાનું ન મળે તો ચાલે પરંતુ એક કલાક મૌન વિના ઘર ન ચાલી શકે.

એ ઘર નથી, એ ઘરને પરિવાર કહેવો તે અસત્ય છે. એક કલાકનું આ મૌન ચૌદ વર્ષમાં તો એ દરવાજાને ખોલી નાખશે જે દરવાજાનું નામ ઘ્યાન છે. જે ઘ્યાન દ્વારા માણસને સમયહીનતાનો, અહંકારશૂન્યતાનો અનુભવ થાય છે, આત્માની ઝાંખી થાય છે, એ ઝાંખી સેકસના અનુભવ પહેલાં મળી જવી જૉઇએ. જૉ આમ થાય તો સેકસ ભણીની દોટ થંભી જાય. શકિત એ માર્ગે વહેવા લાગશે.

આ પ્રથમ ચરણ છે. બીજું ચરણ છે પ્રેમ. બાળકોને બચપણથી જ પ્રેમની દીક્ષા આપવી જોઇએ. અત્યાર સુધી આપણે એવી ભ્રમણામાં હતાં કે પ્રેમનું શિક્ષણ માનવીને સેકસ તરફ લઇ જશે. પ્રેમનું શિક્ષણ કંઇ સેકસ ભણી ન લઇ જાય. સાચી વાત તો જુદી જ છે. પ્રેમ જેટલો વિકસિત થાય છે તેટલી કામશકિત પ્રેમમાં રૂપાંતરિત થઇને વહંેચાવી શરૂ થઇ જાય છે. માણસ પ્રેમથી જેટલો ઓછો ભરેલો તેટલો વધારે કામુક, સેકસગ્રસ્ત હોવાનો.

જેના જીવનમાં પ્રેમ જેટલો ઓછો એના જીવનમાં વિદ્વેષ એટલો જ વધારે હોવાનો. જીવનમાં પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ, પ્રતિસ્પર્ધા વિશેષ. જીવનમાં પ્રેમ જેમ ઓછો તેમ ચિંતા ને દુ:ખ વિશેષ. દુ:ખ, ચિંતા, ઇર્ષા, ધૃણા, દ્વેષ, આદિથી માણસ જેમ વધારે ધેરાયેલા રહે છે તેમ એની સમગ્ર શકિત વિકòત થઇ જાય છે. એ શકિત તાણ અનુભવે છે, એની નિકાસ માટે કોઇ માર્ગ નથી રહેતો, સિવાય કે સેકસ. પ્રેમ શકિતઓની નિકાસ બને છે.‘‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી

Originally Posted By:- Divya Bhaskar