Wednesday, July 30, 2008

જે પ્રેમનો કૂવો હતો તે ઝેરી બની ગયો

ઓશો
Wednesday, May 14, 2008 14:59 [IST]

ભારતીય વિધાભવનમાં જયારે મેં પ્રથમ પ્રવચન કર્યું ત્યારે એક બહેને આવીને મને કહ્યું : ‘હું ઘણી ગુસ્સામાં છું. સેકસ તો ભારે ધૃણિત વસ્તુ છે, પાપ છે. તે આટલી બધી વાત શા માટે કરી? હું તો સેકસ પ્રત્યે ધૃણા કરું છું.’ એ બહેન કોઈની પત્ની છે, એને પતિ છે, બાળકો છે. એ સેકસની ધૃણા કરે છે. એને સેકસમાં ખેંચનાર પતિને એ કેવી રીતે ચાહી શકે? એ સેકસથી ઉત્પન્ન થતાં બાળકોને શી રીતે ચાહી શકે? એનો પ્રેમ ઝેરી રહેશે. એની ને એના પતિની વરચે એક બુનિયાદી દીવાલ રહેશે. કારણ કે સેકસ પ્રત્યેની ધૃણા વરચે આવી છે. એ બાળકો પાપમાંથી પેદા થયાં છે. પતિ ને એની વરચે પાપનો સંબંધ છે.

જેની સાથે પાપનો સંબંધ હોય તેવી સાથે મિત્રતા હોઈ શકે ખરી? સેકસની નિંદા કરનાર, સેકસને ગાળો ભાંડનાર લોકોએ આખી દુનિયાના ગૃહસ્થજીવનનો નાશ નોતર્યો છે અને વિનાશ કરીને દુષ્પરિણામ લાવ્યા છે, નહીં કે લોકો સેકસથી મુકત થઈ ગયા છે. જે પતિ પોતાની ને પત્નીની વરચે અંતરાય અનુભવે છે તે પત્નીથી કદી પણ તૃપ્તિનો અનુભવ કરી નથી શકતો. તે પછી આસપાસની સ્ત્રીઓ શોધે છે, વેશ્યાઓ શોધે છે. શોધવાનો જ.

પત્નીથી એણે જો તૃપ્તિ લીધી હોત તો તો કદાચ જગતભરની સ્ત્રીઓ એની મા અને બહેન થઈ રહેત, પરંતુ પત્નીથી તૃપ્તિ ન મળતાં તમામ સ્ત્રીઓ એને પોટેન્શિયલ પત્ની જેવી જણાય છે, પત્નીમાં ફેરવી શકાય તેવી લાગે છે. એ સ્વાભાવિક છે. એમ થવાનું હતું જ. કારણ કે જયાં તૃપ્તિ મળી શકત ત્યાં તો ઝેર છે, પાપ છે. તૃપ્તિ નથી... અને પછી એ ચારેકોર ભટકે છે, શોધે છે. અને શોધમાં માણસ શું નથી કરતો? કામનાં, યૌનનાં કેવાં કેવાં વિકૃત રૂપો એણે ઊભાં કર્યા છે એનો વિચાર કરશું તો ય ગભરાઈ જવાશે. માણસે બધું કર્યું છે. માત્ર વિચાર નથી કર્યો કે જે પ્રેમનો કૂવો હતો, જે કામનો કૂવો હતો તે ઝેરી બની ગયો છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Sunday, July 20, 2008

બે વ્યકિતના પ્રાણ સંયુકત થાય તેનું નામ પ્રેમ

બે વ્યકિતના પ્રાણ સંયુકત થાય તેનું નામ પ્રેમ

oshovani બે વ્યકિત વરચેની દીવાલ ખસી જાય અને બેયના પ્રાણ સંયુકત થઈ જાય એનું નામ પ્રેમ. જયારે આવો અનુભવ એક વ્યકિતનો સમૂહ સાથે થાય ત્યારે એ અનુભવને હું પરમાત્મા કહું છું. વ્યકિત વ્યકિત વરચે થાય એ પ્રેમ. મારી અને અન્ય કોઈ વ્યકિત વરચે આ અનુભવ થાય, અમારી વરચેની દીવાલ ખસી જાય, અને આંતરિક સ્તરે એક થઈ જઈએ, એક સંગીત, એક ધારા, એક પ્રાણ તો આ અનુભવ છે પ્રેમ. એ જ રીતે મારી અને સમસ્તની વરચે જૉ એવો અનુભવ થાય,‘હું’ વિલીન થઈ જાય, અને ‘સમસ્ત’ અને ‘હું’ એક થઈ જઈએ તો એ અનુભવ છે પરમાત્માનો.

જયાં સુધી ‘હું’ છું ત્યાં સુધી ‘બીજા’નું અસ્તિત્વ વિલીન થઈ જાય એ કેવી રીતે બને? ‘અન્ય’ નો જન્મ થયો છે મારા ‘હું’ પણાથી. જેટલી તીવ્રતાથી પુકારું ‘હું’ એટલી તીવ્રતાથી ‘અન્ય’ પેદા થાય છે. ‘અન્ય’ ‘હું’ નો પ્રતિઘ્વનિ જ છે. અહંકાર દીવાલ બનીને ભો રહે છે દ્વારાની આગળ. અને ‘હું’ છે શું? વિચાર કર્યોછે કયારેય? તમારો હાથ, તમારો પગ, તમારું મસ્તિષ્ક, તમારું હૃદય-હું છે શું? જૉ એક ક્ષણ શાંત થઈને અંદર શોધો કે શો છે ‘હું’? તો તમે ચકિત થઈ જશો, ‘હું’ તમને મળશે નહીં. જેટલું ડે શોધશો એમ એમ તમને થશે કે અંદર એક સ્તબ્ધતા છે, ત્યાં કોઈ ‘હું’ નથી, કોઈ અહમ્ નથી કે કોઈ અહંકાર નથી.

એક ભિક્ષુ નાગસેનને સમ્રાટ મિલિન્દે પોતાના દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. તો જે રાજદૂત નાગસેનને નિમંત્રણ આપવા ગયો હતો તેને નાગસેને કહ્યું કે જરૂર આવીશ. પણ એક વાત કહી દઉં કે અહીં કોઈ ભિક્ષુ નાગસેન છે નહીં. નાગસેન એ એક નામ માત્ર છે, કામચલાઉ. રાજદૂતે જઈને સમ્રાટને વાત કરી, ‘અજબ છે આ માણસ. કહે છે આવીશ જરૂર પણ નાગસેન જેવું કોઈ છે નહીં એ એક કામચલાઉ નામ છે.’ સમ્રાટે કહ્યું, ‘અજબ છે! પણ જયારે એણે કહ્યું છે, કે આવીશ, ત્યારે એ આવશે જરૂર.’ અને તે આવ્યો પણ ખરો- રથ પર બેસીને. સમ્રાટે દ્વાર પાસે સ્વાગત કરતાં કહ્યું કે ‘ભિક્ષુ નાગસેન, અમે આપનું સ્વાગત કરીએ છીએ.’ તે હસવા લાગ્યો. તેણે કહ્યું, ‘સ્વાગતનો સ્વીકાર કરું છું, પણ યાદ રાખો, ભિક્ષુ નાગસેન જેવું કંઈ છે જ નહીં.’ સમ્રાટે કહે, ‘આપ તો કોયડા જેવી વાત કરો છો. જૉ આપ છો નહીં,તો કોણ છે, કોણ આવ્યું છે અહીં, કોણ સ્વીકારે છે સ્વાગત, કોણ જવાબ આપે છે?’ નાગસેન પાછળ ફર્યો, રથ બતાવીને કહ્યું,‘ સમ્રાટ મિલિન્દ, હું આ રથમાં બેસીને આવ્યો, ખરું?’ સમ્રાટે હા કહી.‘આ એ જ રથ છે.’ તો ભિક્ષુ નાગસેને રથથી ઘોડાને જુદા કરીને પૂછયું, ‘આ ઘોડા રથ છે?’ સમ્રાટ કહે, ‘ઘોડા રથ કેવી રીતે હોઈ શકે?’ પછી તેણે ઘોડાને બાંધવાના દાંડા અલગ કર્યા, અને પૂછયું, ‘આ રથ છે?’ ‘આ દાંડા રથ કેવી રીતે હોઈ શકે?’

પછી ચાક જુદો કરીને પૂછયું, ‘આ રથ છે?’ સમ્રાટે કહ્યું, ‘એ તો ચાક છે, એ રથ કેવી રીતે હોઈ શકે?’ ‘એમ એક એક ભાગ જુદા કરીને તે પૂછતો ગયો અને સમ્રાટ કહેતા ગયા કે ‘ના. આ રથ નથી.’ છેવટે રહ્યું શૂન્ય. રથ કયાં? ભિક્ષુ નાગસેને પૂછયું, ‘હવે રથ કયાં?’ અને જેટલી ચીજૉ મેં કાઢી તેમાંથી કોઈ રથ નથી એમ તમે જ કહ્યું, તો રથ કયાં?’

સમ્રાટ આશ્ચર્યચકિત થઈ ગયો. રથ રહ્યો નહીં, અને જે ભાગો જુદા કર્યા તે પણ રથ નહોતો. ભિક્ષુ કહેવા લાગ્યો, ‘સમજયા આપ? રથ એક જૉડ હતી. રથ એ અમુક ચીજૉની સંયુકત રચના હતી. રથનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. તેનો કોઈ અહંકાર નથી, રથ એક જૉડ છે.’ તમે તમારા ‘હું’ ને શોધશો તો જણાશે કે તે અનંત શકિતઓનો એક સમૂહ માત્ર છે. ‘હું’ કયાંય નથી. એક એક અંગને વિભિન્ન કરીને વિચારતાં અંગો સમાપ્ત થઈ જાય છે અને શૂન્ય કેવળ રહી જાય છે. એ જ શૂન્યમાંથી પ્રેમનો જન્મ થાય છે. કારણ કે તે શૂન્ય ‘તમે’ નથી, એ શૂન્ય તો પરમાત્મા છે. ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી

સંકલન : એક ઓશો સંન્યાસી

Friday, July 11, 2008

જીવનનું રહસ્ય

જીવનનું રહસ્ય

oshovani એક સવારે, સૂરજ ઉગ્યા પહેલાં એક માછીમાર નદીકિનારે ગયો. તેના પગ સાથે કંઈક અફળાયું. એણે નીચે વળીને જોયું તો પથ્થર ભરેલી એક ઝોળી પડી હતી. એણે જાળને એક બાજુ મૂકી, અને સવારનો સૂરજ ગવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેને હતું કે સૂરજ ગ્યે નદીના પાણીમાં જાળ ફેંકીને માછલી પકડીશ. બાજુમાં પેલી ઝોળી પડી હતી તેમાંથી પથ્થર કાઢીને શાંત નદીમાં ફેંકવા લાગ્યો. સવારની નિસ્તબ્ધતામાં પાણીમાં પથ્થર પડવાનો ‘ટપાક’ અવાજ આવતો અને તે પછી ફરીથી પથ્થર ફેંકતો.

ધીરે ધીરે સવારનો સૂરજ ગ્યો, અજવાળું પથરાયું. ત્યાં સુધીમાં તો તેણે ઝોળીમાંથી બધા જ પથ્થર ફેંકી દીધા હતા. એક છેલ્લો પથ્થર તેના હાથમાં હતો, તે તે ફેંકવા જતો હતો. સવારના અજવાળામાં તે પથ્થરને જૉતાંવેત તેનું હૃદય ધડકતું બંધ થઈ ગયું, એનો શ્વાસ થંભી ગયો. જેને પથ્થર માનીને તે ફેંકી દેતો હતો, તે તો હીરા હતા. હવે તો હાથમાં માત્ર એક જ હીરો હતો. ઝોળી તો ખાલી થઈ ગઈ હતી.

એ રોવા લાગ્યો અને કલ્પાંત કરવા લાગ્યો. અનંત જન્મો સુધી ચાલે એટલી સંપત્તિ તેને મળી હતી પરંતુ અંધકારમાં અજાણતાં એણે તમામ સંપત્તિને પથ્થર માની ફેંકી દીધી હતી. તો ય માછીમાર તો ભાગ્યશાળી હતો કારણ કે છેલ્લો પથ્થર ફેંકાય તે પહેલાં જ સૂરજ ગી ગયો હતો અને એને સમજાયું હતું કે, એના હાથમાં પથ્થર નથી, હીરો છે.

સામાન્યત: બધા માણસો આવા ભાગ્યશાળી હોતા નથી. જિંદગી વીતી જાય છે, સૂરજ ગતો નથી, સવાર થતી નથી, પ્રકાશ પ્રગટયો નથી અને જીવનભરનાં રત્નોને પથ્થર માનીને આપણે ફેંકી ચૂકયા હોઈએ છીએ. જીવન શું છે એ સમજાય એ પહેલાં તો આપણે એને ખોઈ બેઠા હોઈએ છીએ. જીવનમાં શું છુપાયું છે? શું રાઝ, શું રહસ્ય, કેવું સ્વર્ગ, કેવો આનંદ, કેવી મુકિત! આ બધાંનો અનુભવ થાય એ પહેલાં તો જીવન આપણા હાથમાંથી છૂટી જાય છે.

જે લોકો જીવનને પથ્થર માની બેઠા છે તે આંખ ખોલીને જૉઈ શકશે કે જેને તેઓ પથ્થર સમજે છે તે હીરા-માણેક છે! અને જે લોકોએ જીવનને પથ્થર માનીને ગુમાવી દીધું છે, તેમને કોઈ કહેવા જાય છે કે ‘પથ્થર માનીને તમે જે ફેંકયું તે તો હીરા-મોતી હતાં’ તો તેઓ નારાજ થઈ જશે, ક્રોધિત થઈ જશે. એટલા માટે નહીં કે જે વાત તેમને કહેવામાં આવી છે તે ખોટી છે, પણ એ વાત તેમણે ગુમાવેલી સંપત્તિની તેમને યાદ અપાવે છે માટે. પરંતુ ભલે જીવનનો ખજાનો આમ વેડફાઈ ગયો હોય, પણ જૉ જીવનની એક ક્ષણ પણ બાકી રહી હોય, તો કંઈક બચાવી શકાશે, જાણી શકાશે, પ્રાપ્ત કરી શકાશે. જીવનની શોધમાં કયારેક એટલું મોડંુ હોતું નથી, કે માનવીને નિરાશ થવું પડે. પણ આપણે તો અજ્ઞાનપણે માની જ લીધું છે કે જીવનમાં પથ્થર સિવાય કંઈ છે નહીં. જે લોકો એમ માનીને બેસી ગયા તેમણે શોધની પહેલાં જ હાર સ્વીકારી લીધી.

આ હાર, આ નિરાશા, આ માની લીધેલા પરાજયની બાબતમાં મારે સૌથી પહેલી ચેતવણી એ આપવાની છે કે જીવન એ કંઈ માટી-પથ્થર નથી. એ ઘણું બધું છે. ધૂળ અને પથ્થરની વરચે ઘણું ય છુપાયું છે. આંખો જો જૉઈ શકે તો જીવનથી પરમાત્મા સુધી પહોંચવાની સીડી તૈયાર પડી છે. જૉતાં તો માત્ર હાડ, માંસને ચામડું જણાય, એવા આ શરીરમાં ‘એ’ છુપાયો છે, જેને હાડ, માંસ અને ચામડા સાથે કશો સંબંધ નથી. આજ જન્મતા અને કાલ મરતા-નષ્ટ થતાં આ સાધારણ શરીરમાં પણ કદી ન જન્મતા ને કદી ના મરતા અમૃતનો વાસ છે. રૂપની અંદર અરૂપ છુપાયું છે, દૃશ્યની અંદર અદૃશ્યનો વાસ છે અને મૃત્યુના ધુમ્મસમાં અમૃતજયોતિ ઝળહળે છે. એવી જયોતિ કે જેનું મૃત્યુ છે નહીં. આપણે તો ધુમાડો જૉઈને પાછા ફરીએ છીએ, જયોતિની શોધ કરતા નથી. અને થોડા લોકો જે એવી હિમ્મત કરે છે તેઓ ધુમાડામાં જ ખોવાઈ જાય છે, જયોતિ સુધી પહોંચતા નથી. ધુમાડાની અંદર રહેલી જયોતિને કેવી રીતે જાણી શકાય, પ્રકૃતિમાં નિહિત પરમાત્માનાં દર્શન કેવી રીતે થાય? એ સંબંધમાં ત્રણ ચરણોમાં મારે તમને વાત કહેવાની છે. પહેલી વાત. જીવન સંબંધી આપણે એવો દૃષ્ટિકોણ કેળવ્યો છે, જીવન સંબંધી એવી ધારણાઓ ઘડી રાખી છે, કે એને જે કારણે આપણા જીવનનું સત્ય જાણી શકતા નથી, ઓળખી શકતા નથી. ઓળખ વિના, પરિચય વિના, જિજ્ઞાસા વિના આપણે જીવન વિશેની વિભાવના ઘડી કાઢી છે. એ વિભાવનાને આપણે નિશ્ચિત સ્વરૂપમાં ઢાળી દીધી છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી